+

ઝેલેન્સકીના ખભા પર હાથ મુકીને મોદીએ યુદ્ધગ્રસ્ત યુક્રેનની તસવીરો જોઇ, બાળકોની આપી શ્રદ્ધાંજલી

મોદીએ યુક્રેનમાં નેશનલ મ્યુઝિયમ પર જઇને બાળકોને આપી શ્રદ્ધાંજલી રશિયાના હુમલામાં માર્યાં ગયા હતા અનેક બાળકો કીવઃ પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ પીએમ મોદી આજે યુક્રેન પહોંચી ગયા છે. વડાપ્રધાન મો

મોદીએ યુક્રેનમાં નેશનલ મ્યુઝિયમ પર જઇને બાળકોને આપી શ્રદ્ધાંજલી

રશિયાના હુમલામાં માર્યાં ગયા હતા અનેક બાળકો

કીવઃ પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ પીએમ મોદી આજે યુક્રેન પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીનું કિવમાં ભારતીય પ્રવાસીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીં ભારતીય સમૂદાય તિરંગા સાથે ભારત માતા કી જયના ​​નારા લગાવતો જોવા મળ્યો હતો.

અહીં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યાં હતા. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી હાથ મિલાવ્યાં બાદ ઝેલેન્સકીને ગળે લગાવતા જોવા મળે છે. સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીની મુલાકાત પર ટકેલી છે. રશિયા-યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને પીએમ મોદી પહેલા જ કહી ચુક્યાં છે કે યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી. હવે જોવાનું એ રહે છે કે ઝેલેન્સકી સાથેની બેઠક દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થશે.

પીએમ મોદી યુક્રેન પહોંચ્યાં અને ઝેલેન્સકીને મળ્યા હતા. મોદી અને ઝેલેન્સકીએ એકબીજાને હાથ મિલાવ્યાં અને આલિંગન આપીને શુભેચ્છા પાઠવી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને યુદ્ધગ્રસ્ત યુક્રેનની તસવીરો બતાવી હતી. દરમિયાન મોદી ઝેલેન્સકીને હિંમત આપતા જોવા મળ્યાં હતા.

મોદી યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે તેમના વિચારો શેર કરશે. મોદીએ આ પહેલા રશિયાના મોસ્કોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતના છ અઠવાડિયા બાદ તેઓ યુક્રેન પહોંચ્યાં છે. 1991માં યુક્રેનને આઝાદી મળ્યાં બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.

પીએમ મોદી ઝેલેન્સ્કી સાથે વન-ટુ-વન અને પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ વાતચીત દ્વારા શોધવાના માર્ગો પર ચર્ચા કરશે. ભારતીય સમૂદાયના લોકોએ કહ્યું કે જો વિશ્વ સ્તરના નેતા પીએમ મોદી યુક્રેન આવી રહ્યાં છે તો તેઓ શાંતિનો માર્ગ શોધીને જ જશે. તેમની મુલાકાતથી અમને ઘણી અપેક્ષાઓ છે. ત્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે હવે દુનિયા મોદીના નામ પર આશા રાખીને બેઠી છે, કારણે કે અગાઉ મોદીએ પુતિન સાથે અને હવે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter