+

સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદી આજે કરશે ઉદ્ઘઘાટન, જાણો તેની વિશેષતા

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘઘાટન કરશે. રૂપિયા 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલા સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘઘાટન કરશે. રૂપિયા 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલા સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે. ઉપરાંત સુરત એરપોર્ટ ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું પણ ઉદ્ઘઘાટન કરશે. સુરત શહેરના પ્રવેશદ્વાર તરીકે, ટર્મિનલ બિલ્ડિંગ તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે, તેમાં 4,500 થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો છે. આ બિલ્ડિંગમાં 175 દેશોના 4,200 વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલિશ્ડ હીરા ખરીદવા સુરત આવશે.આ વેપાર સુવિધા અંદાજે 1.5 લાખ લોકોને રોજગાર આપશે, વિશ્વના ખૂણેખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે.

વિશ્વની સૌથી મોટી ઇમારત

અગાઉ જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સુરત ડાયમંડ બોર્સે હવે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે, જે છેલ્લા 80 વર્ષથી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ગણાતી હતી. સુરત ડાયમંડ બોર્સ વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકો ઊભી કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter