CBIના હાથે NIA ના અધિકારી રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપાયા, બે વચેટિયાઓની પણ ધરપકડ

09:59 AM Oct 04, 2024 | gujaratpost

બિહારઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NIA અધિકારીની ધરપકડ કરી છે. પટના NIA યુનિટમાં તૈનાત નાયબ પોલીસ અધિક્ષક અને બે વચેટિયાની એક વ્યક્તિ પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

NIA અધિકારીને ખોટા કેસમાં ફસાવી રહ્યાં હતા

અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી NIA અધિકારીએ પેન્ડિંગ કેસની તપાસ કરતા વ્યક્તિને બચાવવા માટે લાંચ લીધી હતી. સીબીઆઈને રામૈયા કન્સ્ટ્રક્શનના માલિક રોકી યાદવ તરફથી ફરિયાદ મળી હતી કે નાયબ પોલીસ અધિક્ષક અજય પ્રતાપ સિંહ તેમના પરિવારને લાયસન્સ વિના ગેરકાયદેસર હથિયાર રાખવાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યાં છે.

NIAએ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકના ઘરની તપાસ કરી

અધિકારીઓએ જણાવ્યું કે NIAએ 19 સપ્ટેમ્બરે યાદવના ઘરની તપાસ કરી હતી. તેમને 26 સપ્ટેમ્બરે કેસના તપાસ અધિકારી સિંહ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. અજય પ્રતાપ સિંહ પર યાદવને ધમકી આપવાનો અને તપાસના પરિણામો બચાવવા માટે કુલ અઢી કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રોકી યાદવ પોતાના પરિવારને ખોટા આરોપોથી બચાવવા માટે અજય પ્રતાપ સિંહને લાંચ આપવા માટે તૈયાર થયો હતો, આ મામલાની તપાસ દરમિયાન CBIએ NIA અધિકારીની લાંચ લેતા ધરપકડ કરી છે. હવે આરોપી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526