+

ACB ટ્રેપઃ પાટણમાં વાસ્મોનો આસિસ્ટન્ટ એન્જિનિયર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ.એસ.દરજી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા પાટણઃ એસીબીએ વધુ એક સફળ ટ્રેપ કરીને લાંચ લેનારા સરકારી બાબુને ઝડપી પાડ્યો છે. પાણી પુરવઠા કચેરીમાં આવેલી વાસ્મોની ઓફ

આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ.એસ.દરજી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પાટણઃ એસીબીએ વધુ એક સફળ ટ્રેપ કરીને લાંચ લેનારા સરકારી બાબુને ઝડપી પાડ્યો છે. પાણી પુરવઠા કચેરીમાં આવેલી વાસ્મોની ઓફિસમાં આઉટ સોર્સીગથી કામ કરતો આ કર્મચારી ACBની ટ્રેપમાં ફસાયો છે. પાણી પુરવઠાની પાઇપલાઇન માટે એક લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ તેને ઝડપી લીધો હતો.

આ લાંચિયા બાબુએ સમીમાં જળ સે જલ યોજનામાં પાણીની પાઇપ લાઇન નાખવા બાબતે લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં રંગેહાથ 1 લાખ રૂપિયા લેનારો કર્મચારી ઝડપાઇ ગયો છે, હાલમાં એસીબીએ તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો, એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર પણ સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter