+

પાપુઆ ન્યુ ગિનીમાં ફરી એકવાર આદિવાસી હિંસા ફાટી નીકળી, 53 લોકોની ગોળી મારીને કરાઇ હત્યા

પાપુઆ ન્યુ ગિનીમાં છેલ્લા કેટલાક મહિનામાં હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી છે. જો કે સરકાર વારંવાર દાવો કરી રહી છે કે તે લોકશાહીને મજબૂતીથી સ્થાપિત કરશે, પરંતુ જ્યારે પણ તેમના દ્વારા કોઈ પગલું લેવામાં આવે છ

પાપુઆ ન્યુ ગિનીમાં છેલ્લા કેટલાક મહિનામાં હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી છે. જો કે સરકાર વારંવાર દાવો કરી રહી છે કે તે લોકશાહીને મજબૂતીથી સ્થાપિત કરશે, પરંતુ જ્યારે પણ તેમના દ્વારા કોઈ પગલું લેવામાં આવે છે ત્યારે હિંસાના સમાચાર આવે છે. હવે આદિવાસી જૂથોની હિંસામાં 53 લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ સોમવારે સ્થાનિક પોલીસને ટાંકીને આ માહિતી આપી હતી. દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રના દૂરના ઉચ્ચ પ્રદેશોમાં એન્ગા પ્રાંતમાં હુમલો થયો હતો.

મૃતદેહોને ટ્રકમાં ભરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં

રોયલ પાપુઆ ન્યુ ગિની કોન્સ્ટેબલરીના કાર્યકારી અધિક્ષક જ્યોર્જે જણાવ્યું કે પોલીસને ઘાયલોના મૃતદેહ મળી આવ્યાં હતા, જેઓ જંગલમાં ભાગી ગયા હતા. ઉપરાંત રસ્તાઓ અને નદી કિનારેથી મૃતદેહો મળ્યાં છે. આ મૃતદેહોને ટ્રકમાં ભરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. સત્તાવાળાઓ હજુ પણ ગોળીબાર અને ઘાયલ થયેલા લોકોની ગણતરી કરી રહ્યાં છે. અંદાજ છે કે મૃતકોની સંખ્યા 65 હોઈ સુધી જઇ શકે છે.

વિકાસશીલ દેશોમાં ગણતરી

પાપુઆ ન્યુ ગિનીની ગણતરી વિકાસશીલ દેશોમાં થાય છે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી જાતિઓ પણ વસે છે. 800 થી વધુ ભાષાઓ બોલાય છે. અગાઉ જાન્યુઆરીમાં પણ અહીં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ વડાપ્રધાને દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. આ સાથે તેમને અનેક સરકારી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યાં છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મદદનો હાથ લંબાવ્યો

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે તેમની સરકાર પાપુઆ ન્યુ ગિનીને મદદ કરવા તૈયાર છે, જે ઓસ્ટ્રેલિયાનો સૌથી નજીકનો પાડોશી દેશ છે. પાપુઆ ન્યુ ગિનીથી જે સમાચાર આવ્યાં છે તે ખૂબ જ હેરાન કરનારા છે. અમારા મિત્ર દેશને મદદ કરવા માટે અમે તૈયાર છીએ.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter