એલઓસી પર સતત ફાયરિંગનો અવાજ સંભળાઇ રહ્યો છે
ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ
કચ્છના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ કરી દેવાયું
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાની સેનાએ ભારત પર નિષ્ફળ હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અંદાજે 6 જગ્યાએ ધમાકાનો અવાજ સંભળાયો છે, અહીંના એરપોર્ટ પર મોટો હુમલો કરાયો હતો, પરંતુ સેનાએ તેને નિષ્ફળ કરી દીધો છે. આ સિવાય પઠાણકોટમાં પણ પાકિસ્તાને નિષ્ફળ હુમલો કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ હુમલાના અહેવાલ છે. સામે ભારતીય સેનાએ પાકિસ્તાનનું F-16 ફાઇટર પ્લેન તોડી પાડ્યું છે.
ભારતની S-400 એ 8 પાકિસ્તાની મિસાઇલ તોડી પાડી
ભારતે સરહદ પર IL-17 એર ડિફેન્સ ગન સક્રિય કરી દીધી
જમ્મુ-કાશ્મીરમાં તંત્રએ બ્લેક આઉટ કરી દીધું છે, સાથે જ જનતાને સાવચેત રહેવા ચેતવણી આપી દેવામાં આવી છે. જેસલમેર એરપોર્ટ પર પણ નિષ્ફળ હુમલો થયો છે, ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપી રહી છે.