પાકિસ્તાનમાં નવાઝ શરીફની ફરી વાપસીના અહેવાલ, આજે સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન

11:37 AM Feb 08, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન પદની રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ પીએમ નવાઝ શરીફને સેનાનું સમર્થન છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હજુ પણ જેલમાં છે. આવી સ્થિતિમાં શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે.

સંસદીય સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલુ છે

પાકિસ્તાનમાં સંસદીય સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદારો મતદાન મથકો પર પહોંચીને મતદાન કરી રહ્યાં છે.

6,50,000 સુરક્ષા જવાનો તૈનાત, 12.85 કરોડ મતદારો

પાકિસ્તાનના ચૂંટણી પંચે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવા માટેનું શેડ્યૂલ બહાર પાડ્યું હતું, સામાન્ય ચૂંટણી માટે લગભગ 6,50,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ચૂંટણીમાં 12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો મતદાન કરશે.

આતંકવાદી હુમલાથી ચિંતા વધી છે

સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે આતંકવાદી હુમલો થયો હતો. બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે બોમ્બ વિસ્ફોટોમાં 30 લોકો માર્યાં ગયા અને 40 થી વધુ ઘાયલ થયા હતા.

તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવારો સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે

ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે સુપ્રીમ કોર્ટે તેમના પક્ષના ચૂંટણી પ્રતીક ક્રિકેટ 'બેટ'ને છીનવી લેવાના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

બિલાવલ પણ નવાઝ સાથે રેસમાં

આવી સ્થિતિમાં 74 વર્ષના શરીફની નજર ચૂંટણીમાં રેકોર્ડ ચોથી વખત વડાપ્રધાન બનવા પર હશે. બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પણ આ હરીફાઈમાં સામેલ છે. બિલાવલ ભુટ્ટો-ઝરદારીને પાર્ટી દ્વારા વડાપ્રધાન પદનો ચહેરો જાહેર કરવામાં આવ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post