+

સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને લખ્યો પત્ર, હીરા ઉદ્યોગ માટે કરી ખાસ માંગ- Gujarat Post

કુમાર કાનાણીના આ પત્રથી રાજ્ય સરકારની ફરી પોલ ખુલી હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માગ કરી Surat News: સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા કુમાર કાનાણી ફરી એક વખત પોત

કુમાર કાનાણીના આ પત્રથી રાજ્ય સરકારની ફરી પોલ ખુલી

હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માગ કરી

Surat News: સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા કુમાર કાનાણી ફરી એક વખત પોતાની જ સરકારને પત્ર લખ્યો છે. તેમણે આ વખતે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને સરકારને પત્ર લખ્યો છે. કાનાણીએ લખ્યું કે, છેલ્લાં કેટલાય સમયથી હીરા ઉદ્યોગ મંદીના કારણે કપરા સમયનો સામનો કરી રહ્યો છે. હાલ ભયંકર મંદીના કારણે ઘણાં યુનિટો બંધ થઇ ગયા છે. જેના કારણે ઘણાં હીરા ઉદ્યોગના કારીગરોને છૂટા કરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેકારીના કારણે રત્ન કલાકારો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. તેમના બાળકોનું ભરણપોષણ પણ ન કરી શકતાં આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે જેવી પોલિસી જાહેર કરવામાં આવી તેવી ડાયમંડ ઉદ્યોગ માટે પણ જાહેર કરવામાં આવે તેવી માગ છે.

પત્રમાં કુમાર કાનાણીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ માટે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરવામાં આવી છે તે બદલ ખૂબ-ખૂબ અભિનંદન. ટેક્સટાઇલ પોલિસીથી કાપડ ઉદ્યોગને વેગ મળશે, પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યોગ, જેના માટે પણ પોલિસી જાહેર કરવી જોઈએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter