+

જમ્મુ-કાશ્મીર: અખનૂર સરહદે પાકિસ્તાની માર્કિંગવાળા શંકાસ્પદ ફૂગ્ગા મળ્યાં, અમેરિકન ડૉલર પર હતા સાથે

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અખનૂર જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળ આવતા નીલી નાલા વિસ્તારના ગુનારા ગામમાં બે શંકાસ્પદ ફુગ્ગા મળી આવ્યાં છે. આ ફુગ્ગા પર પાકિસ્તાન સાથે જોડાયેલા નિશાન અને મોબાઈલ નંબર જોવા મળ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અખનૂર જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળ આવતા નીલી નાલા વિસ્તારના ગુનારા ગામમાં બે શંકાસ્પદ ફુગ્ગા મળી આવ્યાં છે. આ ફુગ્ગા પર પાકિસ્તાન સાથે જોડાયેલા નિશાન અને મોબાઈલ નંબર જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

બે શંકાસ્પદ ફૂગ્ગા, જેના પર પાકિસ્તાની મોબાઈલ નંબર અને સ્કેનર જેવી આકૃતિ છપાયેલી હતી. ફૂગ્ગાની સાથે કેટલીક પાકિસ્તાની કરન્સી અને અમેરિકન ડૉલર મળી આવ્યાં છે, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. સોમવારે સ્થાનિકોએ ખુલ્લા મેદાનમાં આ ફૂગ્ગા જોતા પોલીસને જાણ કરી હતી. ખૌર પોલીસે બંને ફૂગ્ગા કબ્જે કરી તપાસ હાથ ધરી છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં વિવિધ પાસાઓ પર ઊંડી તપાસ કરી રહી છે.

આ ફૂગ્ગા ભારતીય ક્ષેત્રમાં કયા હેતુથી મોકલવામાં આવ્યાં છે તેની તપાસ ચાલુ છે. ફૂગ્ગા હવાના દબાણને કારણે સરહદ ઓળંગીને આવ્યાં છે કે પછી ડ્રોન જેવા અન્ય કોઈ માધ્યમથી મોકલવામાં આવ્યાં છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદની અત્યંત નજીક હોવાથી સુરક્ષા દળોએ તકેદારી વધારી દીધી છે.

અગાઉ પણ અખનૂર અને સાંબા સેક્ટરમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) લખેલા ફૂગ્ગા મળી આવ્યાં હતા. જો કે મોટાભાગના કિસ્સાઓમાં આ ફૂગ્ગા બિનહાનિકારક સાબિત થતા હોય છે, છતાં વિદેશી ચલણ મળવાને કારણે આ વખતે સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ લેવા માંગતી નથી.

પોલીસ દ્વારા સ્થાનિકોને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

facebook twitter