+

CBI ની મોટી કાર્યવાહી: રૂ. 5 લાખની લાંચ લેતા પંજાબ પોલીસના DIG રંગેહાથ ઝડપાયા, નોટોના બંડલ જપ્ત

ચંડીગઢ: કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારીની ધરપકડ કરી છે. રોપડ

ચંડીગઢ: કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારીની ધરપકડ કરી છે. રોપડ રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેવાના એક કેસમાં CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યવાહી મંડી ગોબિંદગઢના સ્ક્રેપના વેપારી સાથે જોડાયેલી ઘટનામાં કરવામાં આવી છે. વેપારીએ ડીઆઈજી ભુલ્લર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી એક કેસમાં રાહત આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.આ ફરિયાદને આધારે CBIની ટીમે ટ્રેપ લગાવીને DIGને લાંચની રકમ સ્વીકારતા સમયે જ દબોચી લીધા હતા.

નોટોના બંડલ પણ મળી આવ્યાં 

CBI એ આ કાર્યવાહી અત્યંત ગુપ્તતા સાથે પાર પાડી હતી. જેવા જ DIG હરચરણ સિંહ ભુલ્લરે લાંચની રકમ પકડી અને ટીમે ઘટના સ્થળેથી તેમની ધરપકડ કરી હતી.તેમની પાસેથી નોટોના બંડલ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઘટના બાદ પંજાબ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતા બલતેજ પન્નુએ સ્પષ્ટતા કરી કે, પંજાબ સરકાર કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં. આ કાર્યવાહીને પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશનો એક ભાગ છે. હાલ CBI દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા છે.

 

facebook twitter