+

ગોંડલમાં મકાન ધરાશાયી થતાં વિસ્ફોટ જેવો અવાજ આવ્યો, એક મહિલાનું મોત - Gujarat Post

દબાયેલા લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન શરુ કરાયું રાજકોટઃ ગોંડલમાં મકાનના રિનોવેશન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. રિનોવેશન વખતે એક મકાન ધરાશાયી થતાં

દબાયેલા લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું

ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન શરુ કરાયું

રાજકોટઃ ગોંડલમાં મકાનના રિનોવેશન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. રિનોવેશન વખતે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે 7 વાગ્યે અચાનક કોઈ વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો અને અને અમે દોડીને બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દુર્ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

હાલમાં ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા હોવાનો અંદાજ છે, જ્યારે એક મહિલાનું મોત થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતા.ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter