logo

અમદાવાદ એરપોર્ટ પર થાઈલેન્ડથી આવેલા મુસાફર પાસેથી ગાંજો જપ્ત, અંદાજે રૂ.5 કરોડનો નશાનો સામાન પકડાયો

11:27 AM Dec 17, 2024 | gujaratpost

(ફાઇલ ફોટો)

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડયો છે. થાઈલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમમાં ગાંજો છૂપાવ્યો હતા.

કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, થાઈલેન્ડના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે 5.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો  હતો. તેની આંતરરાષ્ટ્રીય બજાર વેલ્યુ 5 કરોડ રૂપિયા જેટલી છે. બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં થાઈલેન્ડનો નાગરિક એવો પેસેન્જર અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યો હતો.

આ પેસેન્જર ઈમીગ્રેશન કરાવ્યાં બાદ બહાર નિકળતા હતો ત્યારે તેની વર્તણૂકથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી. આ કારણે તેના બેગેજને ખોલાવીને તેની ઝીણવટ ભરી તપાસ કરતાં કેટલાંક ખાવાની સામગ્રીનાં પડીકાં મળ્યાં હતાં. સામાન્ય રીતે આ પડીકાં કોઈ બહારની બેગમાં રાખે પણ તેને બદલે અંદર રખાયાં હતાં. ઉપરાંત તેનું વજન પણ સામાન્ય પડીકાં કરતાં વધારે હતું તેથી કસ્ટમ્સ વિભાગને શંકા જતાં આ પેકેટની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, ખાદ્ય સામગ્રીના પેકેટની અંદર વેક્યુમ પેકિંગ કરીને પોલીથીન પેકેટમાં ગાંજો છૂપાવવામાં આવ્યો હતો.

આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પણ કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ આ પ્રકારના કેસ નોંધાયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++