+

મોરબીમાં મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડતા 5 મજૂરો ઘાયલ, ધારાસભ્યએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની કરી વાત

મોરબીઃ નિર્માણાધીન મેડિકલ કોલેજની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા પાંચ શ્રમિકો ઘાયલ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે રાત્રે 8 વાગ્યે નવી બિલ્ડિંગના પહેલા માળે ફિલિંગ કામ દરમિયાન બની હતી. કો

મોરબીઃ નિર્માણાધીન મેડિકલ કોલેજની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા પાંચ શ્રમિકો ઘાયલ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે રાત્રે 8 વાગ્યે નવી બિલ્ડિંગના પહેલા માળે ફિલિંગ કામ દરમિયાન બની હતી. કોલેજનો સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. કાટમાળ વચ્ચે ફસાયેલા મજૂરોની બચાવ કામગીરી હાથ ધરી હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડાયાં હતા.

મોરબીના ફાયર વિભાગે જણાવ્યું હતું કે ફાયર સ્ટેશન પર રાત્રે 8 વાગ્યે કોલ આવ્યો હતો. મેડિકલ કોલેજનો એક બાજુનો સ્લેબ ધરાશાયી થયો હોવાની માહિતી કોલ પર આપવામાં આવી હતી. અમારી ટીમે ઘટના સ્થળે પહોંચીને ચાર લોકોને બચાવી લીધા હતા. એક વ્યક્તિ હજુ પણ ફસાયો હતો. માત્ર તેનો ચહેરો જ દેખાઈ રહ્યો છે. તેનું આખું શરીર સ્લેબ અને કોંક્રીટ વચ્ચે ફસાઈ ગયું હતું. સવારે લગભગ 3 વાગ્યે તેને પણ બચાવી લીધો હતો અને તેને હોસ્પિટલમાં રીફર કરાયો છે.

ધારાસભ્યએ કાર્યવાહી કરવાની વાત કરી

ઘટના સ્થળે પહોંચેલા ભાજપના ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કહ્યું કે મોરબીમાં સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ફિલિંગ દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. આ એક કમનસીબ ઘટના છે. અમે સરકારને વિનંતી કરીશું કે આ માટે જે પણ જવાબદાર હોય તેની સામે પગલાં લેવામાં આવે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter