ગુજરાતમાં 16 જગ્યાઓએ આઇટીના દરોડા, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ફફડાટ

01:55 PM Feb 07, 2025 | gujaratpost

અંદાજે 16 જગ્યાઓએ આઇટીની રેડ, 100 જેટલા અધિકારીઓ જોડાયા

કરોડો રૂપિયાની ટેક્સચોરીનો થઇ શકે છે પર્દાફાશ

રાજકોટઃ ઇન્કમટેક્સ વિભાગે ફરી એક વખત રાજ્યમાં દરોડાની કામગીરી કરી છે, જેમાં અમદાવાદ, જામનગર, મોરબીમાં મીઠાના ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં દરોડા કર્યાં છે, આઇટીની જુદી જુદી ટીમો અંદાજે 16 જગ્યાઓ પર ઓપરેશનમાં લાગી છે.

ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિતના ધંધાર્થીઓને ત્યાં આઇટીની ટીમો પહોંચી છે, જામનગર-દ્વારકા હાઇવે પર હરિ ફૂડ મોલમાં દરોડાની કામગીરી થઇ રહી છે. માળિયા કચ્છ હાઈવે પર આવેલી દેવ સૉલ્ટ નામની ફેક્ટરીમાં ITનું સર્ચ ચાલી રહ્યું છે.

વહેલી સવારથી ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને મોટી ટેક્સ ચોરીનો પર્દાફાશ કરાયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++