+

ACB ટ્રેપ- મોરબીમાં આ સરકારી બાબુ રૂ.2 લાખની લાંચના કેસમાં સપડાયા

મોરબીઃ એસીબી હાલમાં લાંચિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે, જેમાં ઉમંગ ચૌધરી, આસિસ્ટન્ટ એન્જિનિયર, મોરબી જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન પેટા વિભાગ, હળવદ લાંચ કેસમાં ફસાયા છે. આરોપીએ પી.એમ. આંગડિયા પેઢીમાં

મોરબીઃ એસીબી હાલમાં લાંચિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે, જેમાં ઉમંગ ચૌધરી, આસિસ્ટન્ટ એન્જિનિયર, મોરબી જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન પેટા વિભાગ, હળવદ લાંચ કેસમાં ફસાયા છે. આરોપીએ પી.એમ. આંગડિયા પેઢીમાં 2 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને આ રકમ એસીબીએ રિકવર કરી લીધી છે.

ફરીયાદી ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખીને મોરબી જિલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવેથી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ 19.6 કિ.મી.નુ ડામર રોડનું કામ કરતા હતા

આ કામના રૂપિયા 3 કરોડ 40 લાખનુ બીલ મંજુર થવા મોકલ્યું હતુ, જે બીલની ફાઇલને અભિપ્રાય સાથે મોકલવા માટે લાંચની માંગણી કરાઇ હતી. જેમાં 2 લાખ 55 હજાર રૂપિયાની માંગ કરાઇ હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

લાંચની રકમ આંગડીયામાં જઇને મોડાસા મોકલી આપવા જણાવ્યું હતુ, જેમાં મોરબીમાં જ આંગડિયા પેઢીમાં એસીબીએ આ 2 લાખ રૂપિયાની લાંચની રકમની સ્લિપ મેળવી લીધી હતી, આંગડિયામાં લાંચ મોડાસા પહોંચે તે પહેલા જ એસીબીએ લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે.

ટ્રેપીંગ અધિકારી: એચ.એમ. રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર
એ.સી.બી. પોલીસ સ્ટેશન, મોરબી

સુપરવિઝન અધિકારી: વી.કે. પંડ્યા, મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter