+

મોરબીમાં કલાર્ક એ.સી.બી.ની ટ્રેપમાં ફસાયા, લગ્નની નોંધણી કરવા રૂ. 4 હજારની માંગી હતી લાંચ

મોરબીઃ વધુ એક એસીબી ટ્રેપ થઇ છે. ફરીયાદીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી લગ્નની નોંધણી નગરપાલિકા ખાતે કરાવવા કાર્યવાહી કરી હતી. લગ્નની નોંધણી અંગેના સર્ટી માટે આરોપી મહેન્દ્ર મોહનભાઇ ખાખી, નગરપાલિકા કલાર્ક વ

મોરબીઃ વધુ એક એસીબી ટ્રેપ થઇ છે. ફરીયાદીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી લગ્નની નોંધણી નગરપાલિકા ખાતે કરાવવા કાર્યવાહી કરી હતી. લગ્નની નોંધણી અંગેના સર્ટી માટે આરોપી મહેન્દ્ર મોહનભાઇ ખાખી, નગરપાલિકા કલાર્ક વર્ગ-3 મોરબીએ લાંચની માંગણી કરી હતી.

આરોપીએ લગ્નની નોંધણી કરીને સર્ટીફીકેટ આપવા માટે રૂ,4000 ની લાંચની રકમની માંગી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, પછી મોરબી નગરપાલિકા ખાતે લાંચનુ છટકું ગોઠવ્યું હતું. આરોપી નગરપાલિકા કચેરીમાં જ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.આરોપીને  ડિટેઇન કરીને કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter