અરવલ્લીઃ મોડાસા-અમદાવાદ રોડ પર મધરાતે 1 વાગ્યાની આસપાસ એક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા સળગી ગયા હતા. પિતા, બાળક, ડોક્ટર અને નર્સનું મોત થયું હતુ.
મહિસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તે બાળકની તબિયત ખરાબ થતા તેને એમ્બ્યુલન્સ દ્રારા અમદાવાદ લાવવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળતા નવજાત બાળક સહિત 4 લોકોના મોત થયા છે.
જીગ્નેશભાઇ મહેશભાઇ મોચી (ઉ.વ-38), જીગ્નેશભાઇનું નવજાત બાળક, ડો.રાજકરણ શાંતિલાલ રેટીયા (ઉ.વ-30), ભૂરીબેન રમણભાઇ મનાત નર્સનું મોત થયું છે, જ્યારે અંકિતભાઇ રામાભાઇ ઠાકોર ડ્રાઇવર, ગૌસંગ કુમાર મોચી, ગીતાબેન મહેશભાઇ મોચી દાઝી ગયા છે. મોડાસા ટાઇન પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++