મોડાસાઃ અગાઉ બીઝેડ કૌભાંડ સાથે જેમનું નામ જોડાયું હતુ તેવા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો ફરીથી વિવાદમાં છે, એક યુવકને માર મારવાના કેસમાં તેમના બે પુત્રો સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોડાસા પોલીસે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ અને કિરણસિંહ, અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલ, ચિરાગ પટેલ સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. BNS 189(2), 191(2), 191(3), 190, 115(2), 352, 351(3), GP ACT 135 હેઠળ આ ફરિયાદ દાખલ થઇ છે.
એક યુવક સાથે જાહેરમાં મારામારી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, વીડિયોમાં એક કારમાં આવેલા લોકો, એક યુવકને રોકીને પટ્ટા અને લાકડી માર મારી રહ્યાં હતા, બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમારે આ મામલે મૌન સેવી લીધું છે, તેમને મીડિયાને પણ કોઇ જવાબ આપ્યો ન હતો અને ચાલતી પકડી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/