મોઢામાંથી દુર્ગંધ આવે છે...તો આ લીલા પાનને તરત જ ચાવો, મીનિટોમાં મળશે તેનાથી છૂટકારો

10:37 AM May 10, 2024 | gujaratpost

આજકાલ બજારમાં એવી ઘણી ટૂથપેસ્ટ અને માઉથવોશ ઉપલબ્ધ છે, જેમાં ફુદીનાની સુગંધ અને સ્વાદ હોય છે. ફુદીનાને શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. એટલું જ નહીં આ લીલું પાન ઊંઘતા મગજને સક્રિય કરવામાં પણ અસરકારક દવા છે.

ઉનાળામાં ફુદીનાના પાનનું સેવન કરવાથી શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જળવાઈ રહે છે. લીલા ફુદીનાના પાંદડાની સુગંધ એટલી મજબૂત હોય છે કે તે મગજને તરત જ સક્રિય કરી દે છે. જેના કારણે વ્યક્તિ એકાગ્ર રહે છે.

ઉનાળામાં બે લીલા ફુદીનાના પાનનું સેવન કરવું જોઇએ. આ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સૂર્યના આકરા તાપથી બચવા માટે લોકો ઘરની ચાર દીવાલોમાં બંધ છે, જે લોકો રસ્તા પર જોવા મળે છે તેઓ આ ઔષધીય લીલા પાનનું સેવન કરીને પોતાના શરીરને ઠંડક આપી રહ્યાં છે.

ઉનાળામાં અપચોની સમસ્યા વધી જાય છે. લીલા ફુદીનાના પાન પાચન તંત્રના સ્નાયુઓને આરામ આપવામાં અસરકારક છે. આ સિવાય જે લોકોને મોંઢામાંથી દુર્ગંધ આવે છે તેમણે દરરોજ બે ફુદીનાના પાન ચાવવા જોઈએ.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)