મહેસાણા નગર પાલિકામાં ACB ટ્રેપઃ રૂપિયા 2500 ની લાંચ લેતા કારકુન ઝડપાયો

07:08 PM Aug 27, 2024 | gujaratpost

મહેસાણાઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરીને એક શખ્સને ઝડપી લીધો છે. કેતનકુમાર મહેન્દ્રભાઇ પટેલ, હોદ્દો-મુકાદમ (વર્ગ-4), વોટર વર્ક્સ, મહેસાણા નગરપાલિકાને રૂપિયા 2500 ની લાંચ લેતા ઝડપી લીધો છે. આરોપીએ મહેસાણા નગરપાલિકાની વોટર વર્ક્સની ઓફીસમાં જ લાંચ લીધી હતી.

ફરીયાદીને મહેસાણા શહેરના કુલ 25 ફ્લેટના પાણીના કનેક્શન નાંખવાનો કોન્ટ્રક્ટ મળ્યો હતો. મહેસાણા નગરપાલિકાના વોટર વર્ક્સમાં કારકુનનુ કામ કરતા આરોપીએ ફરીયાદી પાસે આ કનેક્શન આપવા બાબતે એક કનેક્શન ના રૂ.200 લેખે 25 કનેક્શનના કુલ રૂ.5,000  ગેરકાયદેસર લાંચની માંગણી કરેલી, રકજકને અંતે એક કનેક્શનના રૂ.100 લેખે 25 કનેક્શનના કુલ રૂ.2500 નક્કી કરેલા. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને આજ રોજ ફરીયાદને આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.

ટ્રેપીંગ ઓફીસરઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ

સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર
મદદનીશ નિયામક
એ.સી.બી. ગાંધીનગર એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526