+

અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી

મહિલાને બહેનપણી દ્વારા મૌલવીનો પરિચય થયો હતો મૌલવી કેનેડાનો નાગરિક છે ભરૂચઃ અંકલેશ્વર નજીકના એક ગામમાં હચમચાવી દે તેવી ઘટના બની છે. એક મદ્રેસાના મૌલવીએ મહિલાને લાલચ આપીને તેની સાથે દુષ

મહિલાને બહેનપણી દ્વારા મૌલવીનો પરિચય થયો હતો

મૌલવી કેનેડાનો નાગરિક છે

ભરૂચઃ અંકલેશ્વર નજીકના એક ગામમાં હચમચાવી દે તેવી ઘટના બની છે. એક મદ્રેસાના મૌલવીએ મહિલાને લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાનો પરિચય તેની બહેનપણી દ્વારા મદ્રેસાના 52 વર્ષીય મૌલવી અઝ્વદ બેમાત સાથે થયો હતો. મૌલવીએ મહિલાને વારંવાર મેસેજ અને કોલ કરીને નિકાહ કરવાની લાલચ આપી હતી.

ગત 9મી નવેમ્બરે મૌલવીએ મહિલાને મદ્રેસા પાસેના પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે મહિલાને સુગંધી પાણી પીવડાવ્યું, જેના કારણે મહિલા અર્ધ-બેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને મૌલવીએ મહિલાની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ પછી મૌલવીએ મહિલાને તાત્કાલિક ધર્માંતરણ (ધર્મ બદલવા) માટે દબાણ કર્યું હતું. જો તે ધર્મ નહીં બદલે, તો મૌલવીએ મહિલાને બદનામ કરવાની અને તેનાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહિલાએ હિંમત કરીને પાનોલી પોલીસ સ્ટેશનમાં આરોપી મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુષ્કર્મનો આરોપી મૌલવી કેનેડાનો સિટિઝન છે. પોલીસ હવે  આરોપીએ અન્ય કોઈ મહિલાને પણ આ રીતે નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter