+

લાશો...જ લાશો....રશિયાના કબ્જા હેઠળના લુહાન્સ્કમાં બેકરી હાઉસ પર જોરદાર હવાઈ હુમલો, 28 લોકોનાં મોતથી હચમચી ગયો વિસ્તાર

મોસ્કોઃ રશિયન કબ્જા હેઠળના યુક્રેનિયન વિસ્તાર લુહાન્સ્કમાં એક બેકરી હાઉસ પર થયેલા ભયાનક હુમલામાં 28 લોકોનાં મોત થયા છે. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હુમલો એટલો ગંભીર હતો કે નજીકમાં પાર

મોસ્કોઃ રશિયન કબ્જા હેઠળના યુક્રેનિયન વિસ્તાર લુહાન્સ્કમાં એક બેકરી હાઉસ પર થયેલા ભયાનક હુમલામાં 28 લોકોનાં મોત થયા છે. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હુમલો એટલો ગંભીર હતો કે નજીકમાં પાર્ક કરેલી કાર હવામાં ઉડી ગઈ હતી. તેમજ બિલ્ડીંગના પાયા ઉખડી ગયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રશિયાના કટોકટી મંત્રાલયે જણાવ્યું કે લુહાન્સ્કના પૂર્વીય યુક્રેનિયન પ્રદેશમાં લિસિચાન્સ્ક શહેરમાં એક બેકરી ધરાવતી ઇમારત પર યુક્રેનિયન હુમલા બાદ તેના કામદારોએ કાટમાળમાંથી 20 લોકોનાં મૃતદેહોને બહાર કાઢ્યાં હતા. અન્ય 8 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા છે.

જે સ્થળ પર હુમલો થયો હતો તે સ્થળ Google મેપ પર મોસ્કોવસ્કા સ્ટ્રીટ, લિસિચાન્સ્ક પર એડ્રિયાટિક રેસ્ટોરન્ટ તરીકે ઓળખાય છે. યુક્રેનના અધિકારીઓએ આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું કે હુમલા સમયે બિલ્ડિંગમાં ઘણા નાગરિકો હાજર હતા અને પશ્ચિમી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રોકેટ સિસ્ટમથી બેકરી પર હુમલો કરવાનો આરોપ

રશિયન-નિયંત્રિત લુહાન્સ્ક ઇન્ફર્મેશન સેન્ટરે જણાવ્યું કે યુક્રેન યુએસ દ્વારા સપ્લાય કરાયેલ હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ (HIMARS) નો ઉપયોગ કરીને બેકરી પર ગોળીબાર કર્યો હતો. મૃતકોની સરેરાશ ઉંમર 35 વર્ષની હતી. હાલમાં મૃતકોમાં કોઈ બાળક નથી, કાટમાળને હટાવવાનું કામ હજુ પણ ચાલુ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter