બંગાળમાં બબાલ વધી, મમતાએ ધમકી આપતા કહ્યું જો બંગાળ સળગ્યું તો યુપી, આસામ, બિહાર પણ સળગશે

09:18 PM Aug 28, 2024 | gujaratpost

કોલકત્તાઃ મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને તેમની હત્યાના કેસમાં હવે રાજનીતિ તેજ બની છે, ભાજપે એક દિવસ બંગાળ બંધનું એલાન આપ્યું હતુ, જેની સામે હવે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ગુસ્સે ભરાયા છે, તેમને મોદી અને ભાજપને ચીમકી આપતા કહ્યું કે જો બંગાળમાં હિંસા થઇ તો ભાજપ શાસિત યુપી, આસામ અને બિહાર પણ સળગશે, એક રીતે તેમને ખુલ્લી ધમકી આપી દીધી છે.

મમતાએ ચીમકી આપી કે જો હિંસા થશે તો મોદીની ખુરશી પણ જશે, એક તરફ ડોક્ટર સંગઠનો ન્યાયની માંગ સાથે સરકાર સામે થયા છે, બીજી તરફ ભાજપ અને મમતા બેનર્જી આમને સામને આવી ગયા છે. મમતાએ કહ્યું કે મૃતક મહિલા ડોક્ટરને ઝડપથી ન્યાય મળશે, પરંતું ભાજપ અને મોદી અમારી સામે મોટું ષડયંત્ર કરી રહ્યાં છે. બંગાળને બદનામ કરવા ભાજપ દ્વારા ફંડિગ કરવામાં આવી રહ્યું હોવાના પણ આરોપ લગાવ્યાં છે.

સામે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મમતા પર નિશાન સાધી કહ્યું છે કે તમને આસામનું નામ લેવાનો કોઇ અધિકાર નથી અને જ્યાં સુધી અહીં ભાજપની અમારી સરકાર છે ત્યાં સુધી તમારા ષડયંત્રો નિષ્ફળ રહેશે, ભાજપના અન્ય નેતાઓએ પણ મમતા બેનર્જીના નિવેદનનો વિરોધ કર્યો હતો.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526