ભરૂચઃ જંબુસરના મગણાદ ગામ પાસે રોડ પર ઉભેલી ટ્રકમાં ઈકો કાર ઘૂસી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા હતા અને 4 લોકો ગભીર રીત ઘાયલ થતા હોસ્પિટલમા ખસડાયા હતા.
ભરૂચ જિલ્લાના જબુંસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોનાં મોત થયા હતા. જયારે 4 લોકો ઘાયલ થતા જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં જબુંસર પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલા મેળામાં જઇ રહ્યાં હતા. તે સમય મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 10 લોકો સવાર હતા.એક સાથે 6 લોકોના મોતથી સનસનાટી ફેલાઇ ગઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++