તાઈવાનઃ રાજધાની તાઈપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના બે ટાપુઓ પર સુનામી આવી છે.
#WATCH | A very shallow earthquake with a preliminary magnitude of 7.5 struck in the ocean near Taiwan. Japan has issued an evacuation advisory for the coastal areas of the southern prefecture of Okinawa after the earthquake triggered a tsunami warning. Tsunami waves of up to 3… pic.twitter.com/2Q1gd0lBaD
— ANI (@ANI) April 3, 2024
તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે, જેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની તાસની જેમ ખરી પડી છે. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત નમી ગઈ છે.
#WATCH | An earthquake with a magnitude of 7.2 hit Taipei, the capital of Taiwan.
— ANI (@ANI) April 3, 2024
(Source: Reuters) pic.twitter.com/SkHBHrluaZ
તાઇવાન ભૂકંપથી હચમચી ગયું
તાઇવાન જોરદાર ભૂકંપથી હચમચી ગયું છે. અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપના કારણે અનેક ઐતિહાસિક ધરોહરોને પણ નુકસાન થયું છે.
જાપાનની સૌથી મોટી એરલાઈન્સ જાપાન એરલાઈન્સે ઓકિનાવા અને કાગોશિમા વિસ્તારોમાંથી તમામ ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ સાથે સુનામીની સંભાવનાવાળા વિસ્તારો તરફ જતી ફ્લાઈટ સેવાઓને ડાયવર્ટ કરવામાં આવી છે. ઓકિનાવાના નાહા એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.
ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
તાઈવાનમાં આવેલા આ ભૂકંપને 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ચીનના શાંઘાઈ સુધી અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ
તાઈવાનમાં બુધવારે આવેલા ભૂકંપને છેલ્લા 25 વર્ષમાં દેશનો સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવ્યો છે. આ પહેલા 1999માં તાઈવાનના નોન્ટુ કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં 2500થી વધુ લોકોના મોત થયા હતા અને 1300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો