મધ્યપ્રદેશઃ મૈહરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે, જેમાં 9 લોકોનાં મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી નાગપુર જઈ રહેલી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત મૈહર જિલ્લાના નાદાન પાસે થયો હતો. જેમાં પ્રયાગરાજથી નાગપુર જઈ રહેલી આભા ટ્રાવેલ્સની હાઈસ્પીડ લક્ઝરી બસ રસ્તાની બાજુમાં ઉભેલા પથ્થર ભરેલા ડમ્પરની પાછળના ભાગે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો, ઘાયલોને મૈહર, અમરપાટન અને સતનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા લોકોની હાલત ગંભીર છે. અકસ્માતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ શંકા છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો છે.
બસે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ડમ્પર સાથે અથડાઈ
મૈહર પોલીસ જણાવ્યું કે આ દુર્ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી, ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ બસ ખૂબ જ સ્પીડમાં આવી રહી હતી અને સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર સાથે અથડાઈ હતી.
જેમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
પ્રયાગરાજથી નાગપુર જઈ રહેલી આભા ટ્રાવેલ્સની હાઈસ્પીડ લક્ઝરી બસ મૈહર જિલ્લાના નાદાન પાસે રસ્તાની કિનારે ઉભેલા પથ્થર ભરેલા ડમ્પર સાથે અથડાતાં જ અંદરો અંદર હોબાળો મચી ગયો હતો. અકસ્માત જોઈને સ્થાનિક લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બસના 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સતના જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવેલા 3 ઘાયલ મુસાફરોનું પણ થોડા સમય પછી મોત થયું હતું. આ અકસ્માતમાં 24 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
મૃતદેહોને બહાર કાઢવા માટે બસનો અમુક ભાગ ગેસ કટર વડે કાપવો પડ્યો હતો
બસની હાલત જોઈને અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેમાં મૃતદેહો દટાઈ ગયા હતા. આવી સ્થિતિમાં મૃતદેહોને બહાર કાઢવા માટે બસનો અમુક ભાગ કટરથી કાપી નાખવામાં આવ્યો હતો. બસ પ્રતાપગઢની હોવાનું કહેવાય છે. દુર્ઘટના સમયે આ 53 સીટર પાસ બસમાં 45 મુસાફરો સવાર હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/