લોકસભામાં રાહુલ ગાંધીએ ભગવાન શિવનો ફોટો બતાવતા હોબાળો, હિન્દુત્વ મુદ્દે મોદીએ પણ રાહુલના ભાષણમાં થવું પડ્યું ઉભું

04:12 PM Jul 01, 2024 | gujaratpost

રાહુલે મોદીના શબ્દો પર આપી જોરદાર ટક્કર, NEET ની પરીક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો

રાહુલે સંસદમાં કહ્યું ગુજરાતમાં પણ તમને હરાવવાના છીએ

મણીપુર હિંસા, અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધીના મોદી સરકારને સવાલ

નવી દિલ્હીઃ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ, જેમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી આમને સામને દેખાયા હતા, રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવીને તેના પર ચર્ચાની માંગ કરી હતી, રાહુલે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને ભાજપ અને આરએસએસની ઝાટકણી કાઢી હતી.

રાહુલે સંસદમાં ભગવાન શીવની તસ્વીર બતાવી

સંઘ- ભાજપવાળો સાચા હિન્દુઓ નથી

ભગવાન શિવ પાસેથી અમે ઝેર પીતા શીખ્યું, ઘણું સહન કર્યુંઃ રાહુલ

ભગવાન શિવનો અભય મુદ્રામાં ઊંચો હાથ કોંગ્રેસના પ્રતિક જેવોઃ રાહુલ

ભાજપના નેતાઓએ કર્યો હોબાળો

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હિન્દુસ્તાને ક્યારેય કોઈના પર હુમલો કર્યો નથી. કારણ કે  ભારત અહિંસામાં માનતો દેશ છે, આપણા મહાપુરુષોએ આ સંદેશ આપ્યો હતો- ડરશો નહીં, શિવજી કહે છે- ડરશો નહીં, ડરશો નહીં અને ત્રિશૂળને જમીનમાં દાટી દઈએ. શિવને પોતાની પ્રેરણા ગણાવતા કહ્યું તેમના ડાબા હાથમાં ત્રિશૂલનો અર્થ અહિંસા છે. પરંતુ અમે તો કોઇ હિંસા વગર સત્યની રક્ષા કરી છે. તેમ કહીને રાહુલે હિન્દુત્વ મુદ્દે મોદી સરકારને ઘેરી છે.

રાહુલે કહ્યું કે પીએમ મોદી કહે છે કે તેમને ભગવાન સાથે સીધો કોન્ટેક્ટ છે, તેથી તેમને મેસેજ આવ્યો હશે કે નોટબંધી કરો, એટલે કરી નાખી, પીએમ મોદીને આવા મેસેજ આવતાં હશે, રાહુલના આ નિવેદન પર હોબાળો મચ્યો હતો.

રાહુલે સંઘ, ભાજપ, મોદી પર પ્રહાર કરતા કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા, નફરત-દ્વેષ-દ્વેષમાં વ્યસ્ત રહે છે. તમે બિલકુલ હિંદુ નથી. તેમના આ નિવેદનને મોદીએ દેશની જનતાનું અપમાન ગણાવ્યું હતું, કહ્યું કે રાહુલે હિન્દુ સમાજને હિંસક ગણાવ્યો છે, જે અયોગ્ય છે.

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલના ભાષણ દરમિયાન જ ઉભા થવું પડ્યું હતુ અને પોતાની સરકારનો બચાવ કરવો પડ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526