બિહારઃ આજે દેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને સાતમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ પટનામાં એક રેલીને સંબોધતા I.N.D.I.A ગઠબંધન અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યાં હતા.
મોદીએ કહ્યું કે I.N.D.I.A ગઠબંધનનો ઉદ્દેશ દેશને પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન આપવાનો દેખાઇ રહ્યો છે, અમારી સામે એક થયેલા આ વિરોધીઓની રણનીતિ સામે આવી ગઇ છે, ગાંધી પરિવારના શહેજાદા રાહુલથી લઇને આપના આકા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પણ વડાપ્રધાન પદની રેસમાં છે.
I.N.D.I.A ગઠબંધન એ પરિવારવાદી છે, આ લોકોએ વડાપ્રધાન પદની ખુરશી લઇ લેવી છે અને પછી તેના પર મ્યુઝિકલ ગેમ રમવી છે. પરંતુ એ થવાનું નથી, જનતા આ લોકોને જાણી ગઇ છે.
ધર્મના આધારે આરક્ષણ નહીં મળેઃ મોદી
મોદીએ કહ્યું કે બિહારની આ ધરતીએ સામાજિક ન્યાયને લઈને સમગ્ર દેશને દિશા બતાવી છે. બિહારમાં એસસી-એસટી-ઓબીસીના આરક્ષણના અધિકારો માટેની લડાઇ લાંબી છે. આજે હું બિહારના જાગૃત લોકો સમક્ષ દર્દ સાથે એક કડવું સત્ય રજૂ કરી રહ્યો છું. ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત આપવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે ધર્મના આધારે આરક્ષણ નહીં મળે, પરંતુ કોંગ્રેસ સહિતની પાર્ટીઓ ધર્મના નામે આરક્ષણ આપીને મતબેંક ઉભી કરવા માંગે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
पूरे बिहार में भाजपा-एनडीए की जबरदस्त लहर है। पाटलिपुत्र की जनता-जनार्दन का ये स्नेह और आशीर्वाद अभिभूत करने वाला है।https://t.co/lnrGFfjbCA
— Narendra Modi (@narendramodi) May 25, 2024