+

આચાર્ય પ્રમોદનો કટાક્ષ...મહાન વ્યક્તિ રાહુલ ગાંધી રાષ્ટ્રપિતા ગાંધીજીનું સપનું પુરું કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે. ચૂંટણીના 5 તબક્કાનું મતદાન 20 મે 2024 સુધી પૂર્ણ થઈ ગયું છે. ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન સતત 400થી વધુ બેઠકોનો દાવો કરી રહ્

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે. ચૂંટણીના 5 તબક્કાનું મતદાન 20 મે 2024 સુધી પૂર્ણ થઈ ગયું છે. ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન સતત 400થી વધુ બેઠકોનો દાવો કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પણ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. દરમિયાન હવે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. 

રાહુલ ગાંધી એક મહાન વ્યક્તિ છે - પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યો છે. પ્રમોદ ક્રિષ્નમે કહ્યું છે કે રાહુલ ગાંધી મહાન છે, તેઓ કંઈ પણ કહી શકે છે. તે પહેલી તારીખ સુધી ઘણું બધું કહેશે. તેમના વિશે શું કહી શકાય ? તે રાહુલ ગાંધીના ખૂબ આભારી છે. કારણ કે મહાત્મા ગાંધીએ કોંગ્રેસને ખતમ કરી દેવાનું સપનું જોયું હતું તે કામ હવે રાહુલ ગાંધી કરી રહ્યાં છે.

કોંગ્રેસ સૌથી ઓછી બેઠકો જીતશે - પ્રમોદ ક્રિષ્નમ

પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યાં છે. તે પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે. માત્ર હું જ નહીં પરંતુ દેશના લાખો કોંગ્રેસી કાર્યકરો આ વાતથી વાકેફ છે. 4 જૂન પછી કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો જીતનારી પાર્ટી હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter