લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં પણ સુસ્ત મતદાન, સરેરાશ 57 ટકા વોટિંગ- Gujarat Post

10:58 PM May 20, 2024 | gujaratpost

મુંબઈના વિવિધ વિસ્તારોમાં ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિએ વોટિંગ કર્યુ

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન પુરૂં થઈ ગયું છે. આ તબક્કામાં આઠ રાજ્યોની 49 બેઠકો પર 695 ઉમેદવારોએ ચૂંટણીમાં ઉભા હતા. પાંચમા રાઉન્ડમાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં એક-એક બેઠક પર સૌથી ઓછા મતો પડ્યાં હતા.

સાંજના 5 વાગ્યા સુધીના આંકડા અનુસાર, પાંચમા તબક્કાની 49 બેઠકો પર 56.68% મતદાન થયું હતું. જો કે હજુ અંતિમ આંકડા આવવાના બાકી છે. 2019માં આ 49 બેઠકો પર 62.01 ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીની ચૂંટણીમાં વોટ ટકાવારી એક મોટો ચર્ચાનો વિષય રહ્યો છે. વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડા આપવામાં વિલંબનો આરોપ લગાવ્યો હતો, જેને પંચે નકારી કાઢ્યો હતો. શાસક પક્ષે કહ્યું કે વિપક્ષે હાર સ્વીકારી લીધી છે.

મહારાષ્ટ્રમાં કુલ 48.88 ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન કલ્યાણમાં 41.70 ટકા અને ડીંડોરીમાં સૌથી વધુ 57.06 ટકા મતદાન નોંધાયું હતું.

મુંબઈ નોર્થ ઈસ્ટમાં 48.67 ટકા

કલ્યાણમાં 41.70 ટકા

થાણેમાં 46.77 ટકા

ડિંડોરીમાં 57.06 ટકા

ધુળેમાં 48.81 ટકા

નાશિકમાં 51.16 ટકા

પાલઘરમાં 54.32 ટકા

ભીવંડીમાં 49.43 ટકા

મુંબઈ દક્ષિણમાં 44.63 ટકા

ઉત્તર મુંબઈમાં 46.91 ટકા

મુંબઈ ઉત્તર પશ્ચિમ 49.79 ટકા

મુંબઈ ઉત્તર મધ્યમાં 47.46 ટકા

મુંબઈ દક્ષિણ મધ્યમાં 48.26 ટકા

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મુંબઈના ઘણા વિસ્તારોમાંથી સામાન્ય ગતિએ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો છે, પરંતુ મરાઠી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઘણા મતદાન મથકો પર ધીમી ગતિએ મતદાન થવાના અહેવાલો પણ છે. આ ઇરાદાપૂર્વક કરાઇ રહ્યું છે, જેના કારણે લોકો મતદાન કર્યા વિના પરત ફરી રહ્યાં છે. તેમના મત ઘટાડવા માટે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526