ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા
શૈક્ષણિક સંસ્થાઓમાં નશાનું વધી રહ્યું છે પ્રમાણ
વડોદરાઃ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પણ દારૂની મહેફિલ ઝડપાઈ હતી.બે દિવસ પહેલા જ હોસ્ટેલમાં રહેવા આવેલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હતા, ત્યારે પોલીસ રેડ પડવાની ગંધ આવી જતાં નાસી છૂટ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં પોલીસ ટીમ એમ.એસના હોલ પર દોડી આવી હતી અને 34 નંબરના રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ, સિગરેટ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું કે હમણા મીડિયાના માધ્યમથી અમને આ વાતની ખબર પડી છે. યુનિવર્સિટી આવી પ્રવૃત્તિ સાંખી નહીં લે. અગાઉ પણ આવા કેસમાં પગલાં લેવામાં આવ્યાં છે. કોઇ પણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં.
વોર્ડનના નેજા હેઠળ ડિસીપ્લીનરી કમિટી કાર્યરત છે. વીડીયોમાં દેખાતા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવીને પૂછપરછ કરાશે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણ હાઇવે પર એક હોટલના પાર્કિગમાં ઊભી રહેલી ટ્રકમાંથી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો