Vadodara: ભાયલી દુષ્કર્મ કેસમાં પરપ્રાંતીયોની સંડોવણી ખૂલ્યાં બાદ પોલીસે લીધું આ પગલું- Gujarat Post

11:09 AM Oct 10, 2024 | gujaratpost

ગેંગરેપ બાદ ત્રણેયે સાથે મળીને સ્મોકિંગ કર્યું હોવાના સીસીટીવી કેમેરા પણ મળ્યાંં

ઓળખ પરેડ દરમિયાન પાંચેય નરાધમોને વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડે ઓળખી બતાવ્યાં હતા

Vadodara News: રાજ્યમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન વડોદરા અને સુરતમાં બનેલી ઘટનાઓથી બહેન-દીકરીઓ માટે રાત્રે ગુજરાત સલામત હોવાના દાવાની પોલ ખૂલી ગઈ છે. વડોદરા ભાયલીમાં ગેંગરેપની ઘટનામાં તાંદલજામાં ભાડેથી રહેતા મૂળ યુપીના આરોપીઓની સંડોવણી ખૂલ્યાં બાદ પોલીસ કમિશનરે તમામ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા સૂચના આપી હતી.

પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારોમાં મકાનો, તેના ભાડા કરાર તેમજ વાહનો સહિતની ચકાસણી કરવા સૂચના આપી હતી. જેને પગલે પોલીસે ભાડા કરાર નહીં કરનારા 9 જેટલા મકાન માલિક સામે ગુનો નોંધવા તજવીજ કરી છે. પોલીસ દ્વારા એક ડઝનથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં છે.

રેન્જ આઇજી દ્વારા આ અંગે એક સીટની રચના કરવામાં આવી છે જે તપાસમાં તેમજ પુરાવા એકત્ર કરવા અને ચાર્જશીટ ઝડપથી રજૂ કરવા માટે મદદરૂપ થઇ શકે છે. થોડા જ દિવસમાં પાંચેય નરાધમો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. ચાર્જશીટ બાદ ડે ટુ ડે કેસ કોર્ટમાં ચાલે તેવી વિનંતી કરાશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526