નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે, આજે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, તેઓની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત થઇ હતી.
આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા ભેટ આપી હતી. મોદીએ કહ્યું કે ગીતાના ઉપદેશો વિશ્વને પ્રેરણા આપે છે અને આ ભેટ તેમને મિત્રને આપી છે.
ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે અને વ્લાદિમીર પુતિનની દ્વિદિવસીય ભારત મુલાકાત દરમિયાન વ્યાપાર, સંરક્ષણ અને અમેરિકા જેવા મુદ્દ ચર્ચાઓ થઇ હતી. અમેરિકાના ટેરિફ બોમ્બ બાદ રશિયા અને ભારત જેવા દેશો હવે નવી રણનીતિ બનાવી રહ્યાં છે. હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનારી ચર્ચામાં સંરક્ષણ, સહકાર, ઊર્જા, વેપારને 2030 સુધી $100 બિલિયન સુધી લઈ જવાના લક્ષ્ય પર ચર્ચા થશે.
યુક્રેન સંકટને લઈને વડાપ્રધાન મોદીની સ્પષ્ટતા
હૈદરાબાદ હાઉસ ખાતેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન સંકટ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, યુક્રેન કટોકટી શરૂ થઇ હતી ત્યારથી અમે ચર્ચાઓ કરીએ છીએ, મને વિશ્વાસ છે કે, દુનિયા ફરી શાંતિ તરફ પાછી ફરશે. સંવાદ દ્વારા જ ઉકેલ શક્ય છે.
#WATCH | Delhi | President Droupadi Murmu and Russian President Vladimir Putin introduce each other to the dignitaries from each other's country, at the Rashtrapati Bhavan.
— ANI (@ANI) December 5, 2025
(Video: DD) pic.twitter.com/uroV7LrK7d