+

ખાખી પર ડાઘ..કચ્છમાં CID માં કામ કરનારા મહિલા કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયા

કચ્છઃ ફરી એક વખત પોલીસની વર્દી પર ડાઘ લાગ્યો છે, જે પોલીસનું કામ પ્રજાની રક્ષા કરવાનું અને સમાજને સુધારવાનું છે, તે જ પોલીસ હવે દારૂની હેરાફેરી કરી રહી છે. નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઇડી ક

કચ્છઃ ફરી એક વખત પોલીસની વર્દી પર ડાઘ લાગ્યો છે, જે પોલીસનું કામ પ્રજાની રક્ષા કરવાનું અને સમાજને સુધારવાનું છે, તે જ પોલીસ હવે દારૂની હેરાફેરી કરી રહી છે. નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઇડી ક્રાઇમ (CID Crime) માં ફરજ બજાવે છે, તેઓએ એક શખ્સ સાથે મળીને પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

કચ્છની સીઆઇડી શાખામાં નોકરી કરનાર નીતા ચૌધરી ભચાઉ પાસે એક થારમાં અન્ય વ્યક્તિ સાથે મળીને દારૂની હેરાફેરી કરી રહી હતી. તેની બાતમી પોલીસને મળતા કાફલો અહીં પહોંચ્યો હતો અને કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લોકોએ પોલીસ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, આખરે પોલીસે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજ સિંહની ધરપકડ કરી લીધી છે. યુવરાજસિંહ સામે 15 જેટલા પોલીસ કેસ નોંધાયેલા છે.

હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને દારૂનો મુદ્દામાલ અને ગાડી જપ્ત કરી છે અને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter