ખેડાઃ નવાગામ આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે અગમ્ય કારણોસર કર્યો આપઘાત, બદલી થતા ડિપ્રેશનમાં હતી

10:50 AM Dec 19, 2023 | gujaratpost

ખેડાઃ નવાગામ આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે રવિવારે રાત્રે અગમ્ય કારણોસર ઘરના બીજા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. અમદાવાદના બારેજામાં રહેતા પલ્લવી મેકવાન ખેડાના નવાગામ ખાતે ફરજ બજાવતા હતા.તાજેતરમાં નવાગામથી 87 કિ.મી દૂર ગળતેશ્વરના વાઘરોલી આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. જેને લઇને પલ્લવી ડિપ્રેશનમાં હતી.

પલ્લવી મેકવાનના પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમજ સંતાનમાં બે બાળકો છે. તેમને પોતાના એપાર્ટમેન્ટમાં ઉપરથી ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. અઠવાડિયા પહેલા આરોગ્ય વિભાગના અધિકારીએ પલ્લવીની બદલી કરી દેતા તે ડિપ્રેશનમાં હતી. તેને કારણે તેને આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનિય છે કે ખેડાના સોડપુર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓનો એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. તે આરોગ્ય કર્મીઓ સરકારી નોકરી કરતા કાયમી કર્મચારીઓ હતા. આ તમામ નડિયાદ તાલુકાના વિવિધ આરોગ્યકેન્દ્રોમાં ફરજ બજાવી રહ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ 27 સપ્ટેમ્બરે સોડપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પ યોજાયો હતો અને જમણવાર રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોગ્યકર્મીઓ અયોગ્ય વર્તન કર્યું હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

Trending :

જેની તપાસ બાદ કાર્યવાહીના ભાગરૂપે 11 કર્મચારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી હતી.જો કે તે વીડિયો વાયરલ થયો તેની સાથે પલ્લવીને કોઈ લેવા દેવા ન હતી. તેમ છતાં તેની બદલી કરી દેવાતા ડિપ્રેશનમાં આવી ગઇ હતી. આરોગ્ય વિભાગમાં પલ્લવીની કામગીરી ખૂબ જ સારી હતી.આ બાબતે પલ્લવીબેન એસ. મેકવાને પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો અને હું કામગીરી સારી કરું છું છતાં બદલી કરાઇ .હોવાની પોસ્ટ પણ મૂકી હતી. આ ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post