+

ACB ટ્રેપઃ ખેડામાં ASI એ 40 લાખ રૂપિયાની માંગી હતી લાંચ, 5 લાખ રૂપિયા લેતા ઝડપાઇ ગયા

ઉત્તરસંડા, સ્ટેશન રોડ, લાલનાં કૂવા પાસે લાંચ લેતા આરોપી પોલીસકર્મી ઝડપાયો ખેડાઃ ​​નડીયાદ એલ.આઈ.બી શાખાના ASI રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. એલ.આઈ.બી શાખાના ASI ભરતગીરી ગોસ્વામીએ પાસપોર્ટ મા

ઉત્તરસંડા, સ્ટેશન રોડ, લાલનાં કૂવા પાસે લાંચ લેતા આરોપી પોલીસકર્મી ઝડપાયો

ખેડાઃ ​​નડીયાદ એલ.આઈ.બી શાખાના ASI રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. એલ.આઈ.બી શાખાના ASI ભરતગીરી ગોસ્વામીએ પાસપોર્ટ માટે પોલીસ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવા બાબતે રૂ. 40 લાખની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીનો દીકરો ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે, જ્યાં તેનો પાસપોર્ટ ગુમ થયો હોવાથી નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરી હતી. અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ અંગે ઈન્કવાયરી આવી હતી.તે અંગેનું સર્ટીફિકેટ ફરીયાદીનાં પુત્રની તરફેણમાં આપવા માટે ફરિયાદી પાસે પહેલા રૂ. 40 લાખની માંગણી કરવામાં આવી હતી.

રકઝકને અંતે રૂપિયા 5 લાખ આપવાના નક્કી કર્યાં હતા. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો,આ ફરિયાદના પગલે છટકું ગોઠવીને અમદાવાદ એસીબીએ એલ.આઈ.બી શાખાના એએસઆઈને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.

ટ્રેપીંગ અધિકારીઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ-3 (ઇન્ટે.) અમદાવાદ

સુપરવિઝન અધિકારીઃ એ. વી. પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ 3 (ઇન્ટ.),અમદાવાદ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter