+

દેશમાં એક તરફ મોદીની શપથવિધી, બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં બસ પર મોટો આતંકવાદી હુમલો, 10 લોકોનાં મોત

જમ્મુ કાશ્મીરઃ રાજધાની દિલ્હીમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં છે, એનડીએની સરકાર બની છે, બીજી તરફ જમ્મુ-કાશ્મીરના રિવાસીમાં આતંકવાદીઓએ એક શ્રદ્ધાળુઓની બસ પર મોટો હુમલો કર્યો હતો, જોરદાર ફા

જમ્મુ કાશ્મીરઃ રાજધાની દિલ્હીમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં છે, એનડીએની સરકાર બની છે, બીજી તરફ જમ્મુ-કાશ્મીરના રિવાસીમાં આતંકવાદીઓએ એક શ્રદ્ધાળુઓની બસ પર મોટો હુમલો કર્યો હતો, જોરદાર ફાયરિંગ બાદ બસ ખીણમાં પડી હતી, કુલ 10 લોકોનાં મોત થઇ ગયા છે અને 33 જેટલા લોકો ઘાયલ થયા છે.

સેનાએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યાં છે, સેના અને પોલીસની ટુકડીઓ અહીં પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી ચાલુ કરી છે. આતંકીઓએ બસ પર ફાયરિંગ કર્યા બાદ બસનો અકસ્માત થયો હતો.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો. આ બસ શ્રદ્ધાળુઓને શિવ ખોડી મંદિરથી વૈષ્ણોદેવી લઈને  જઈ રહી હતી. ઘટનાની માહિતી મળ્યાં પછી બચાવ કામગીરી ચાલુ કરાઇ છે અને આતંકવાદીઓની શોધખોળ કરાઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

 

facebook twitter