+

ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા

બાબિલઃ ઈરાકમાં (iran Iraq conflict) સૈન્ય મથકો પર મોટા હવાઈ હુમલા (attack) કરવામાં આવ્યાં છે. બગદાદની દક્ષિણે આવેલા બાબિલ પ્રાંતમાં મધ્યરાત્રિએ અજાણ્યા ડ્રોન દ્વારા આ હુમલા કરવામાં આવ્યાં છે, જેમાં બે

બાબિલઃ ઈરાકમાં (iran Iraq conflict) સૈન્ય મથકો પર મોટા હવાઈ હુમલા (attack) કરવામાં આવ્યાં છે. બગદાદની દક્ષિણે આવેલા બાબિલ પ્રાંતમાં મધ્યરાત્રિએ અજાણ્યા ડ્રોન દ્વારા આ હુમલા કરવામાં આવ્યાં છે, જેમાં બે ઈરાકી સૈન્ય મથકો (military bases) પર બોમ્બમારો (bomb) કરવામાં આવ્યો હતો. ડ્રોન (drone) દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યાં હતા અને બે ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ, આ હુમલા ઈરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસ (PMF) દ્વારા ઉપયોગમાં લેવાતા સૈન્ય મથક પર થયા હતા. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે.

આ હુમલા બાબિલ પ્રાંતના ઉત્તર ભાગમાં કરવામાં આવ્યાં હતા. હુમલામાં બે સૈન્ય સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતા,  હશદ શાબી દળોના દારૂગોળાના ગોદામને નષ્ટ કર્યું છે અને ટેન્કના મુખ્ય મથકને પણ નુકસાન થયું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સિન્હુઆ ન્યૂઝ એજન્સીના હવાલાથી સામે આવ્યું છે કે બગદાદથી લગભગ 30 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલા મદૈન વિસ્તારમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો, અમેરિકા અને ઈઝરાયેલ બંનેએ ઈરાક પર હુમલાનો ઈન્કાર કર્યો છે. બંને દેશોએ કહ્યું કે  તેમની કોઈ સંડોવણી નથી. આ પહેલા અમેરિકાએ ખુદ આઈન-અલ-અસદ એરપોર્ટ પર હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકા અને અન્ય દેશોના સૈન્ય દળો અહીં હાજર છે. ત્યારે આ હુમલા કોણ કરી રહ્યું છે તેને લઇને હવે તપાસ શરૂ કરાઇ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter