Big News: ઇરાનનો જોરદાર હુમલો, ઇઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદના બિલ્ડીંગ પર મોટો બોમ્બમારો

04:54 PM Jun 17, 2025 | gujaratpost

ઇઝરાયેલઃ ઇરાને સૌથી મોટો હુમલો કરીને દુનિયાને ચોંકાવી દીધી છે, ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના બિલ્ડીંગ પર ઇરાની સેનાએ આ હુમલો કરી નાખ્યો છે. અહી અફડા તફડીનો માહોલ છે, અનેક લોકોનાં મોતની આશંકા છે.

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ઘર્ષણ વધી રહ્યો છે, જેને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થિતી પર નજર રાખી રહ્યાં છે અને તેઓ બંને દેશોના સંપર્કમાં છે. ટ્રમ્પે તેમના નાગરિકોને તહેરાન ખાલી કરવા માટે કહી દીધું છે. સાથે જ શાંતિ માટે પ્રયાસ થઇ રહ્યાં છે.

ઇઝરાયેલી સેના દ્વારા ઇરાનના આર્મી ચીફ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હત્યા કર્યા બાદ ઇરાને આ મોટો હુમલો કરી નાખ્યો છે. ઇઝરાયેલમાં અંદાજે 4 જગ્યાઓ પર ઇરાની સેનાએ હુમલા કરી નાખ્યાં છે. સામે ઇઝરાયેલ પણ ઇરાન સામે મોટી કાર્યવાહી કરી રહ્યું છે.

CNN confirmes that the MOSSAD HQ has been HIT by Iranian missiles

MOSSAD HQ ON FIRE AFTER IRANIAN STRIKE

man.....
what a view

#Iran #israel #MiddleEast #Gaza #USA #Russia pic.twitter.com/rvluzVsuuI

— ℂ