+

યુક્રેને પોતાના જ સૈનિકોને મારી નાખ્યાં ! જે રશિયન પ્લેન તોડી પાડવામાં આવ્યું તેમાં 65 યુક્રેનના બંધક સૈનિકો હતા

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, હજારો કરોડ રૂપિયાની સંપત્તિનો નાશ થયો છે અને ધંધા પણ  ખતમ થઇ ગયા છે, હજારો સૈનિકોનાં મોત થઇ ગયા છે, હવે યુક્રેને પોતાના જ સૈનિકોને

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, હજારો કરોડ રૂપિયાની સંપત્તિનો નાશ થયો છે અને ધંધા પણ  ખતમ થઇ ગયા છે, હજારો સૈનિકોનાં મોત થઇ ગયા છે, હવે યુક્રેને પોતાના જ સૈનિકોને મારી નાખ્યાં હોવાનું રશિયાનું કહેવું છે. યુક્રેન સરહદ પાસે જે વિમાન પર યુક્રેને હુમલો કર્યો હતો તે વિમાનમાં 65 સૈનિકો યુક્રેનના જ હતા, જેમને રશિયાએ બંધક બનાવ્યાં હતા અને આ સૈનિકોને અદલા બદલી માટે તેમને લઇ જવામાં આવતા હતા.

રશિયાનું IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ

પશ્ચિમી બેલ્ગોરોડ વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું

6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટનાં પણ મોત  

રશિયાના મિલિટરી વિમાન પર હુમલો કરાયો હતો અને તે આગની ઝપેટમાં આવી ગયું હતુ, જેમાં સવાર તમામ 76 લોકોનાં મોત થઇ ગયા છે. આ માલવાહક મિલિટરી પ્લેનનો ઉપયોગ સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા અને હથિયારો સહિતનો લશ્કરી માલસામાન લઇ જવા માટે કરાતો હતો, આ પ્લેનમાં જે બંધક સૈનિકો હતા, તેમને યુક્રેન લઇ જવામાં આવતા હતા ત્યારે જ યુક્રેનની ભૂલને લીધે તેમના જીવ ગયા છે.રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેને આ પ્લેન પર મિસાઇલ છોડી હતી અને અમારું પ્લેન યુક્રેને તોડી પાડ્યું છે, સાથે પોતાના જ સૈનિકોનાં મોત માટે યુક્રેન જવાબદાર છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter