+

હોસ્પિટલમાં ઘૂસી આવેલા એક શખ્સે એક- એક કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, અનેકને ઘાયલ કર્યાં

ચીનઃ દક્ષિણ-પશ્વિમ ચીનમાં એક હોસ્પિટલમાં સનસનીખેજ બનાવ બન્યો છે, એક શખ્સે અચાનક આવીને ચાકુથી હુમલો કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને 13 જેટલા લોકોને ઘાયલ કર્યાં છે. ઘાયલોને સારવાર આપવામાં આવ

ચીનઃ દક્ષિણ-પશ્વિમ ચીનમાં એક હોસ્પિટલમાં સનસનીખેજ બનાવ બન્યો છે, એક શખ્સે અચાનક આવીને ચાકુથી હુમલો કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને 13 જેટલા લોકોને ઘાયલ કર્યાં છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક શખ્સ એક પછી એક લોકોને મારી રહ્યો છે. તેના હાથમાં ચાકુ છે અને તે બેફામ બનીને હુમલો કરી રહ્યો છે.

હુમલાખોર બેફામ, 10 લોકોની કરી નાખી હત્યા

હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

ઝાઓટોંગ શહેરમાં ઝેનક્સિઓંગ કાઉન્ટી પીપલ્સ હોસ્પિટલમાં હુમલો થયા બાદ થોડી જ વારમાં પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.

આ હુમલાખોરે કેમ આવું કર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે, સ્થાનિક તંત્રએ ચીનમાં વધી રહેલા આવા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે, અગાઉ પણ આવી જ રીતે હુમલા થયાના બનાવ પણ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter