+

સોનાનો મોટો જથ્થો જપ્ત...ભારત-ચીન સરહદ પાસે 2 લોકોની ધરપકડ, 108 કિલો સોનું જપ્ત

(અંદાજે 79 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરાયું) લદ્દાખઃ દેશમાં સોનાની દાણચોરી વધી રહી છે, ખાસ કરીને વિદેશી ફ્લાઇટોમાંથી સોનું ભારતમાં ઘૂસાડવામાં આવે છે, આ વખતે ભારત-ચીન સરહદ પર ITBP એ 108 કિલો સોનું ઝ

(અંદાજે 79 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરાયું)

લદ્દાખઃ દેશમાં સોનાની દાણચોરી વધી રહી છે, ખાસ કરીને વિદેશી ફ્લાઇટોમાંથી સોનું ભારતમાં ઘૂસાડવામાં આવે છે, આ વખતે ભારત-ચીન સરહદ પર ITBP એ 108 કિલો સોનું ઝડપી લીધું છે અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા અહીં પેટ્રોલિંગ કરાઇ રહ્યું હતું, ત્યારે શંકાસ્પદ લોકોની તલાશી દરમિયાન આ સોનું ઝડપાયું હતુ.

પૂર્વી લદ્દાખમાં દક્ષિણ પેટા સેક્ટરમાં આ ઓપરેશન કરાયું હતુ. એજન્સીએ 108 કિલો સોનાની લગડીઓ જપ્ત કરી છે. અહીં એક તંબુની તપાસ દરમિયાન આ જથ્થો મળ્યો હતો.

જ્યાંથી સોનું જપ્ત કરાયું છે, તે તંબુમાંથી દૂરબીન, ચાઇનીઝ ફૂડ અને બે સેલફોન મળી આવ્યાં છે, બે લોકોની પૂછપરછ કરાઇ રહી છે, આ સોનું અહીં કેવી રીતે લવાયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter