તેલ અવીવઃ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની એક હુમલામાં માર્યા ગયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે, આ હુમલો અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ ઈરાનના સરકારી મીડિયાએ કરી છે.
ઈરાન હજુ આ આંચકામાંથી બહાર આવે તે પહેલા જ દેશના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખતીબનું પણ એક હુમલામાં મોત થયું છે. સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ દ્વારા ખતીબના મોત પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
બ્રિગેડિયર જનરલ નૈની માત્ર પ્રવક્તા જ નહીં, પરંતુ ઈરાનના મનોવૈજ્ઞાનિક યુદ્ધના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા હતા. તેમના પરના હુમલામાં અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. અલી મોહમ્મદ નૈની IRGC પ્રવક્તા અને જનસંપર્કના ઉપ પ્રમુખ હતા. તેમને જુલાઈ 2024માં IRGCના કમાન્ડર ઈન ચીફ હુસૈન સલામીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યાં હતા. 1957માં જન્મેલા નૈનીએ ઈરાન-ઈરાક યુદ્ધના અનુભવી સૈનિક હતો. યુદ્ધ દરમિયાન તેઓ ઘાયલ પણ થયા હતા.તેઓ અવારનવાર IRGC તરફતી નિવેદન આપતા હતા.
આ હાઈ-પ્રોફાઈલ હત્યાઓ બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તેહરાનમાં બદલો લેવાની માંગ તેજ થઈ છે. ઈઝરાયેલ અને અમેરિકાએ હજુ સુધી સત્તાવાર ટિપ્પણી કરી નથી.