+

સુરત એરપોર્ટ પર ફરીથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, ત્રણ આરોપીઓની ધરપકડ

અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી નશીલો પદાર્થ ઝડપાયો હતો ફરીથી ગાંજાના પેકેજ જપ્ત કરવામાં આવ્યાં  સુરતઃ ફરી એક વખત સુરત એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આ ગાંજો લા

અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી નશીલો પદાર્થ ઝડપાયો હતો

ફરીથી ગાંજાના પેકેજ જપ્ત કરવામાં આવ્યાં 

સુરતઃ ફરી એક વખત સુરત એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આ ગાંજો લાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી સુરત આવી હતી, તપાસ દરમિયાન અધિકારીઓએ અંદાજે 972.20 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો કબ્જે કર્યો હતો. આરોપીઓ પાસેથી 7 પેકેટ મળ્યાં હતા 
 
કસ્ટમ વિભાગ દ્વારા આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગાંજાની બજાર કિંમત કરોડો રૂપિયામાં છે. કસ્ટમ અને અન્ય એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ કરાઇ રહી છે, આ ગાંજાનો જથ્થો ક્યાં લઇ જવામાં આવ્યો હતો તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

facebook twitter