+

ACB એ ભ્રષ્ટ અધિકારી પર સંકજો કસ્યો, GMC ના ટેક્સ ઓફિસર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના સંકજામાં આવી ગયા છે. ACBએ ભ્રષ્ટ અધિકારી ઉપેન્દ્ર સુતરીયાની ધરપકડ કરી છે. ફરિયાદી પાસે ધંધ

ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના સંકજામાં આવી ગયા છે. ACBએ ભ્રષ્ટ અધિકારી ઉપેન્દ્ર સુતરીયાની ધરપકડ કરી છે. ફરિયાદી પાસે ધંધા અર્થે જરૂરી લાયસન્સ આપવાની અવેજીમાં લાંચની માંગણી કરાઇ હતી. 

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે લાંચના છટકાંનું આયોજન કરીને લાંચિયા અધિકારી ઉપેન્દ્ર સુતરીયાને રૂ. 1 લાખની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. 

હાલમાં તેમની ધરપકડ કરીને એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ આપી શકો છો.

facebook twitter