ગાંધીનગરઃ હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થા IFFCO ના ડિરેક્ટર પદે રાજકોટના જેતપુરના હાલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની જીત થઇ છે, તેમને ગૃહમંત્રી અમિત શાહના ખુબ જ નજીકના ગણાતા બિપીન પટેલને હરાવી દીધા છે, જેઓને ભાજપે મેન્ડેટ આપ્યું હતુ, રાદડિયા બે ટર્મથી આ પદ માટે ચૂંટાઇ આવતા હતા અને ત્રીજી વખત પણ તેઓ ડિરેક્ટર બન્યાં છે.
કુલ 182 મતોમાંથી 180 મતો પડ્યાં હતા, જેમાં જયેશ રાદડિયાને 114 મતો મળ્યાં, બિપીન પટેલને 66 મત મળ્યાં હતા, જયેશ રાદડિયાના સ્વ.પિતા વિઠ્ઠલભાઇ રાદડિયા પણ સહકારી આગેવાન હતા, તેઓ સહકારી બેંકો સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
હાલની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેડ આપ્યું હતુ, જ્યારે રાદડિયાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી. મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવીને પરત ખેંચી હતી, જેથી બે જ ઉમેદવારો પણ આ ચૂંટણી જંગ હતો.ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતા જયેશ રાદડિયા ફરીથી ડિરેક્ટર પદે ચૂંટાઇ આવ્યાં છે, આ સંસ્થાના ચેરમેન તરીકે પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી છે.
IFFCO માં જીત બાદ પ્રથમ નિવેદન આવ્યું સામે
અમે ખેડૂતોના હિતમાં વધારે કામ કરીશુંઃ જયેશ રાદડિયા
નોંધનિય છે કે બિપીન પટેલ અને જયેશ રાદડિયા બંને નેતાઓનું ભાજપમાં ઉંચુ કદ છે, તેમ છંતા રાદડિયાએ ભાજપથી અલગ સ્વતંત્ર રીતે ચૂંટણી લડતા ભાજપમાં જ ચર્ચાઓ શરૂ થઇ છે, સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે કે પાર્ટી લાઇનથી અલગ થઇને રાદડિયા કેમ ચૂંટણી લડ્યાં ? કેમ ભાજપ ગમે તે એક નેતાની ઉમેદવારી પાછી ખેંચાવવામાં નિષ્ફળ રહી ? કે પછી અન્ય કોઇ કારણથી આ ચૂંટણી ચર્ચાસ્પદ બની છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526