વડોદરામાં 15 વર્ષ પહેલા પત્નીને જીવતી સળગાવનારો પતિ ઝડપાયો

04:35 PM Jul 30, 2025 | gujaratpost

2010માં બન્યો હતો બનાવ

બાતમી મળતા જ પોલીસે આરોપીને દબોચી લીધો

વડોદરાઃ શહેરના રણોલી વિસ્તારમાં પત્નીને જીવતી સળગાવી ફરાર થઇ ગયેલા પતિને જવાહરનગર પોલીસે 15 વર્ષ બાદ ઝડપી પાડયો હતો. રણોલી રેલવે ક્વાટર્સ પાસે રહેતા લક્ષ્મણ ઉર્ફે રાજુ ઉર્ફે માંડલ ઐયલ ગોડસેને 27-02-2010ના રોજ  તેની પત્ની ગીતા સાથે ઝઘડો થતાં કેરોસીન છાંટીને પત્નીને સળગાવી દીધી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સસરાને કરી હત્યારો પતિ ભાગી છૂટયો હતો.

જવાહરનગર પોલીસની ટીમો રાજસ્થાન તેમજ તેલંગાણામાં તપાસ કરવા ગઇ હતી.પ રંતુ આરોપી મળતો ન હતો. તેને ભાગેડુ જાહેર કર્યો હતો. તાજેતરમાં આરોપી તેલંગાણાના નાલાગોંડા ખાતેના વતનમાં હોવાની માહિતી મળતાં ટીમે ત્યાં પહોંચીને તેને ઝડપી પાડયો હતો.