+

ભોલે બાબાના કાળા કારનામાં આવ્યાં સામે, દસ્તાવેજોની તપાસ કરતાં આ હકીકત આવી બહાર

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોનાં મોત બાદ ચર્ચામાં આવેલા નારાયણ હરિ બાબા ઉર્ફે ભોલે બાબાના ઘેરા રહસ્યો એક પછી એક ખુલી રહ્યાં છે. નારાયણ હરિ બાબાનું સાચું નામ સૂરજપાલ સિં

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોનાં મોત બાદ ચર્ચામાં આવેલા નારાયણ હરિ બાબા ઉર્ફે ભોલે બાબાના ઘેરા રહસ્યો એક પછી એક ખુલી રહ્યાં છે. નારાયણ હરિ બાબાનું સાચું નામ સૂરજપાલ સિંહ છે. રાજ્યમાં મહેસૂલ વિભાગની ટીમે તેના તમામ આશ્રમો અને જમીનોની તપાસ શરૂ કરી છે. રેવન્યું ટીમે મૈનપુરી સહિત વિવિધ જિલ્લાઓમાં દસ્તાવેજોની તપાસ કર્યાં બાદ બાબાની વાસ્તવિકતા સામે આવી છે. ભોલે બાબા પર જમીન હડપ કરવાના અનેક આરોપો છે.

જમીન પર ગેરકાયદે કબ્જો કરવાનો આરોપ

નારાયણ હરિ બાબા ઉર્ફે ભોલે બાબાના સાકર વિશ્વહારી ગ્રુપ પર કાનપુરના બિધનુ પોલીસ સ્ટેશન વિસ્તારના કરસુઈ ગામમાં 5 થી 7 વીઘા જમીન પર ગેરકાયદે કબ્જો કરવાનો આરોપ છે. આગ્રામાં દવા અને ચમત્કારિક સારવાર કેસમાં બાબા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આગ્રામાં કેસ નોંધવામાં આવ્યો હતો

વર્ષ 2000માં આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશનમાં ભોલે બાબા વિરુદ્ધ ઢોંગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં બાબા ભોલે સહિત 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં હતા. આ કેસમાં શરૂઆતમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, બાદમાં 2 ડિસેમ્બર 2000ના રોજ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલો 18 માર્ચ 2000 ના રોજ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

શાહગંજ પોલીસ સ્ટેશનમાં તેને દાવો કર્યો હતો કે તેણે કોઈ ચમત્કાર કરીને એક મૃત છોકરી સ્નેહલતાને જીવિત કરી છે. આ જોવા માટે વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને હંગામા બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ મામલામાં ભોલે બાબા સામે દવા અને ચમત્કારિક સારવાર સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

બાબા નોઈડા આવ્યાં હતા

નોઈડાના સેક્ટર 87ના અલ્લાહબાસ ગામમાં 2022 માં નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા લગભગ એક મહિનાના રોકાણ પર આવ્યાં હતા. પરંતુ કોઈને દર્શન આપ્યાં ન હતા. બાબા જ્યાં રોકાયા હતા તે ઘરે નોઈડા પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. બાબા જે ઘરમાં રોકાયા હતા ત્યાંથી તેમના પોસ્ટર તોડી નાખવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter