+

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્ય

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું ગયું છે. આજે વહેલી સવારથી અનેક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી, વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. છેલ્લા બે દિવસ થયેલા માવઠાંથી રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે.જેથી લઇને ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter