+

નવી આગાહી... ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત વરસાદી માહોલ સાથે થઇ શકે છે- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2025નો અંત અને વર્ષ 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2025નો અંત અને વર્ષ 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે.

હવામાન વિભાગ મુજબ આવતીકાલે અને 1 જાન્યુઆરી 2026ના રોજ વરસાદી ઝાપટાં પડી શકે છે. સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અસર જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હળવો વરસાદ થઈ શકે છે, દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટાંની શક્યતા.

કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડા ને ભારે નુકસાન પહોંચવાની આશંકાથી ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોને પાક સુરક્ષિત કરવા તકેદારી રાખવા સૂચના અપાઈ છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ (સવારે ઠંડી અને બપોરે ગરમી) અનુભવાઈ રહી છે.  વાતાવરણમાં આ પલટાને કારણે બીમારીઓ વધવાની શક્યતા છે.

વરસાદી માહોલ બાદ, 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં કોલ્ડ વેવ અને તીવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઇ શકે છે. ક્લાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.

facebook twitter